

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) જલદી જ માતા બનવાની છે. એક્ટ્રેસ તેની આ બીજી પ્રેગ્નેન્સીને પણ ફૂલ્લી એન્જોય કરી રહી છે. આ વચ્ચે કરીના તેમનાં નવાં ઘર (New Home) માં શિફ્ટ થઇ ગઇ છે. સોમવારે એક્ટ્રેસ તેનાં નવાં ઘરની બહાર સ્પોટ થઇ હતી. આ સમયે તેનું બેબી બમ્પ (Baby Bump) જોવા મળતું હતું.


કરીનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો લૂક ખુબ સુંદર લાગી રહ્યો છે. આ દરમિયાન એક્ટ્રેસ ટેંગ ટોપ અને બ્લેક લૂઝ પેન્ટમાં નજર આવી હતી. કરીનાનાં વાળમાં બન બનાવ્યું હતું માટે હેર બેન્ડ નાંખી હતી અને હાથમાં બેગ લીધી હતી. આંખો પર સનગ્લાસીસ તેનાં કેઝ્યુઅલ લૂકને સંપૂર્ણ કરતાં હતાં.


કરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પેજ પર તેનાં નવાં ઘરની પહેલી તસવીર (First Photo) શેર કરી હતી. જેને જોવા કરીના લાંબા સમયથી ઇન્તેઝાર કરી રહી હતી. કરીનાનાં ઘરમાં શિફ્ટ થવાં દરમિયાન તેની બહેન કરિશ્મા પણ તેની સાથે હાજર હતી. કરિશ્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો અને કરીનાનો એક ફોટો શેર કર્યો હતો.


કરીનાએ તેની બીજી પ્રેગ્નેન્સી અંગે વાત કરતાં કહ્યું હતું કે, ''હું તે કરી રહી છુ જે હું કરવાં ઇચ્છું છું. આ સમયમાં કામ કરવું ઠીક નથી. પછી તે મારી ગર્ભાવસ્થા દરમિયાન હોય કે બાળકનાં આવ્યા બાદ.. આ બધુ ફક્ત કહેવાની વાત છે. '' કોણે ક્યારે કહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ કામ નથી કરી શકતી. વાસ્તવમાં આપ જેટલાં સક્રિય હોવ છો આપનું બાળક એટલું જ સ્વસ્થ આવે છે. અને દરેક માતા તેમાંજ સૌથી વધુ ખુશ રહે છે.