

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સૈફ અલી ખાન (saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં ફરી માતા પિતા બની ગયા છે. 21 ફેબ્રુઆરીનાં બેબોએ તૈમૂરનાં નાના ભાઇને જન્મ આપ્યો છે. કરીના અને તેનાં બેબીને મળવા બોલિવૂડ સેલિબ્રિટીઝ સતત ઘરે આવી રહ્યાં છે. હાલમાં જ કરીનાને મળવાં તેની આખી ગર્લ્સ ગેંક આવી હતી. ડિલીવરી બાદ પહેલી વખત કરીના તેનાં ગર્લ્સ ગેંગ સાથે નજર આવી છે. ડિલીવરી બાદ કરીના પહેલી વખત ગર્લ્સ ગેંગ (Kareena Enjoy with Girls gang) સાથે એન્જોય કરતી નજર આવી છે. (@therealkarismakapoor/Instagram)


કરીનાનાં નાના શહઝાદાને જોવા અને તેમની મિત્રનો હાલ જાણવાં બેબોની ફ્રેન્ડ્સ પહેલાં ફપણ આવી ચૂકી છે. સૌએ સાથે આવી કરનીનાને સરપ્રાઇઝ આપી હતી અને આ દરમિયાન ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ સૈફ-કરીનાનાં ઘરે એક મોટું ગિફ્ટ લઇને આવ્યાં હતાં. (Photo: @ViralBhayani/Instagram)


તસવીરોમાં કરીના, સૈફ અલી ખાન, મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરો, નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ નજર આવ્યાં છે. બેબી બર્થ બાદ આ પેહલી વખત છે જ્યારે કરીના સૈફ એક સાથે કોઇ ફોટો ફ્રેમમાં નજર આવ્યાં છે. સોસિયલ મીડિયા પર ગર્લ્સ ગેંગે આ તસવીર શેર કરી છે (PHOTO: @therealkarismakapoor/Instagram)


કરીના અને સૈફ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યા બાદ આ ગર્લ્સ ગેંગ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં ઘરે પહોંચી હતી. તેમની સાથે સીમા ખાન અને મહીપ કપૂર પણ હતી. (Photo: @ViralBhayani/Instagram)


બોલિવૂડની હાઉસ પાર્ટીઝમાં મોટાભાગે સેલિબ્રિટીઝ એકદમ અલગ અંદાજમાં નજર આવે છે. મનીષ મલ્હોત્રાની હાઉસ પાર્ટીમાં પણ એવું જ હતું. પાર્ટીમાં કરણ જોહરનો અંદાજ જોવા લાયક હતો. (Photo: @ViralBhayani/Instagram)


ગૌરી ખાન પણ દિલકશ અંદાજમાં મનીષ મલ્હોત્રાનાં ઘરે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટ ફિટ્સમાં નજર આવી હતી. કોરોનાની વચ્ચે તેમણે મેચિંગ માસ્ક પણ લગાવ્યું હતું. (Photo: @ViralBhayani/Instagram)


કરીનાનાં ઘરેથી અમૃતા અને મલાઇકા બંને સાથે મનીષ મલ્હોત્રાની હાઉસ પાર્ટી માટે ગયા હતાં. (Photo: @ViralBhayani/Instagram)


મનીષ મલ્હોત્રાએ પણ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની હાઉસ પાર્ટીની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તમામ બોલિવૂડ સ્ટાર્સ એક સાથે નજર આવે છે. તસવીર શેર કરતાં મનીષ મલ્હોત્રા લખે છે કે, 'મિત્રોની સાથએ મસ્તી વાળી રાતથી આરામદાયક અન્ય કંઇ નથી હોઇ શકતું.' (Photo: @manishmalhotra05/Instagram)