કરનવીર બોહરા ભડક્યો એરલાઇન પર, તો લોકોએ તેને જ કરી દીધો TROLL
કરણવીર બોહરા (Karanvir Bohta)એ એરલાઇન્સ પર પોતાનો ગુસ્સો થોડું જ વધારે હતું પણ તેમની પાસેથી વધુ પડતો ચાર્જ વસુલવામાં આવ્યો જેને લઇને કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર એરલાઇન પર ગુસ્સો ઠાલવ્યો હતો જોકે સોશિયલ મીડિયા પર લોકો તેને જ ટ્રોલ કરવાં લાગ્યા


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર કરનવીર બોહરા (KaranVir Bohra)મુંબઇથી દૂર પરિવાર સાથે હાલમાં થોડો સમય વિતાવવાં પહોંચ્યો છે. પણ એરપોર્ટ પર તેની સાથે એવું કંઇ થયું કે તે ગુસ્સે ભરાઇ ગયો. અને તેણે તેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવ્યો કે જેથી તેને કોઇ મદદ મળી શકે, પણ સોશિયલ મીડિયા યુઝર્સે તેને જ ટ્રોલ કરી નાખ્યો. કારણ એવું હતું કે, તેના લગેજમાં વજન વધારે હતું. જે બદલ તેને એક્સ્ટ્રા ચાર્જ ચુકવવો પડ્યો હતો.


કરણવીર બોહરા (Karanvir Bohra)એ ટ્વિટ પર એક ફોટો શેર કરી હતી જેમાં તેણે ગુસ્સો જાહેર કર્યો છે. તેણે લખ્યુ છે કે, મારી બે બેગમાં 4 કિલોગ્રામ વજન વધારે હતું. અને આ માટે મને એરલાઇન દ્વારા છૂટ ન મળી અને એક્સ્ટ્રા પૈસા આપવા પડ્યાં. તેણે વધુમાં લખ્યું કે, 'અહીં વાત રુપિયાની નથી પણ બેકાર કસ્ટમર સર્વિસની છે.'


એરલાઇન્સ તરફથી પણ ટ્વિટ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે, 'હાય, મિસ્ટર બોહરા, અમે તમારી સમસ્યા સમજીએ છીએ, પોલિસી પ્રમાણે જો વધારે વજન હોય તો તમામ કસ્ટમર્સને એક્સ્ટ્રા ચાર્જ ચુકવવો પડે છે. બાકી આપનો ફિડબેક નોટ કરી લેવામાં આવ્યો છે.'


કરનવીરની આ ટ્વિટ જોઇને લોકોએ કરનવીરને જ ટ્રોલ કરી દીધો છે. યૂઝર્સે તેને જણાવ્યું કે, જે કર્યું છે તે નિયમો અનુસાર કર્યુ છે તેમાં કંઇ ખોટુ નથી. નિયમ બધા માટે સમાન હોય છે.


કરનવીર બોહરા હાલમાં તેનાં પરિવાર સાથે દેહરાદૂનમાં જઇ રહ્યો છે અને તે અહીં સારો સમય વિતાવવા ઇચ્છે છે. તેની પત્ની ટીજે બીજી વખત ગર્ભવતી છે. કરન અને ટીજેને બે જોડકી બાળકીઓ છે.