ફિલ્મમેકર કરણ જોહર તેની શાનદાર પાર્ટીઓ માટે પણ જાણીતો છે. કરણ જોહર જ્યારે પણ પાર્ટી આપે છે ત્યારે તેની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળે છે. હવે કરણ જોહરે, ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતા સાથે, નેટફ્લિક્સના વડા, બેલા બજારિયા માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. કરણ જોહરે મુંબઈમાં આ પાર્ટી આપી હતી, જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt), રિતેશ સિધવાની, સારા અલી ખાન (Sara Ali Khan), રણવીર સિંહ (Ranveer Singh), ફરહાન અખ્તર (Farhan Akhtar) અને તેની પત્ની શિબાની દાંડેકર સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. કરણ જોહરની પાર્ટીમાં કયા સ્ટાર્સ આવ્યા હતા, ચાલો તમને જણાવીએ.