કરણ જોહરનો જન્મ 25 મે 1972માં થયો હતો. આજે તેમના જન્મદિવસ નિમિતે 'K' શબ્દ સાથે કરણનોલગાવ જગજાહેર છે. કરણ જોહરે તેની શરૂઆતની ફિલ્મોના નામ 'K'થી શરૂ થાય તેમ પુરતુ ધ્યાન રાખતો. એટલું જ નહીં તે પોતે વિચારીને જ ફિલ્મનું નામ રાખતો અને તેનો પહેલો અક્ષર K આવે તેમ તે કરતો. તેની પહેલી ફિલ્મ હતી શાહરુખ ખાન, રાની મુખર્જી અને કાજોલની હિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' આ ફિલ્મનું ટાઇટલ પણ K થી શરૂ થાય છે. 'કભી ખુશી કભી ગમ' પણ ખૂબ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મનું ટાઈટલ પણ Kથી શરૂ થાય છે.
બીજી તરફ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટા સહિતના મોટા કલાકારોની 'કભી અલવિદા ના કેહના' પણ Kથી શરૂ થયેલી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરને કારકિર્દીની શરૂઆતમાં અંક જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ હતો. તેને કોઈકે કહ્યું કે તેના માટે K શુકનિયાળ છે. જેથી તે ફિલ્મોનું નામ Kથી રાખતો હતો.