આજે બિપાશા અને કરણનાં લગ્નને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 30 એપ્રિલ 2015નાં રોજ તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં બિપાશા અને કરણ ઇન્ડસ્ટ્રીનાં પાવર કપલમાંના એક છે. હાલમાં બિપાશાએ તેમનાં લગ્નની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. બોલિવૂડનાં રોમેન્ટિક કપલમાંનાં એક આ જોડી હમેશાં એક સાથે જોવા મળે છે. આ લગ્ન પહેલા એવી વાતો હતી કે આ જોડી લાંબુ નહીં ટકી શકે કારણ કે કરણનાં આ ત્રીજા લગ્ન છે. વેલ તો આપને જણાવી દઇએ કે બિપાશા અને કરણ તેમનાં અંગત જીવનમાં ઘણાં જ ખુશ છે બિપાશાનું આ પહેલાં ડિનો મોરિયા અને જ્હોન અબ્રાહમ સાથે અફેર હતુ. જોકે હાલમાં બંને પોતપોતાની લાઇફમાં ખુશ છે. વેલ વી જસ્ટ વિશ કરણ બિપાશા દર વર્ષે રોમેન્ટિક રીતે તેમની મેરેજ એનિવર્સરી ઉજવતા રહે