બીજી વખત પિતા બનવાનો છે કપિલ શર્મા, જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે ગિન્ની
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) અને તેની પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath) અંગે મોટી ખબર સામે આવી છે. એક રિપોર્ટ મુજબ, આ કપલ જાન્યુઆરીમાં બીજી વખત માતા પિતા બનવા જઇ રહ્યાં છે. રિપોર્ટ મુજબ, કપિલ શર્માનાં ઘરમાં બીજી વખત કિલકારીઓ ગુંજવાની છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatrath)એ દીકરી અનાયરા શર્માને 10 ડિસેમ્બર 2019નાં જન્મ આપ્યો હતો. ડિસેમ્બરમાં અનાયરાને એક વર્ષ થઇ જશે અને આ વચ્ચે કપિલ શર્મા (Kapil Sharma) અને ગિન્ની બીજી વખત માતા પિતા બનવાનાં છે. સૂત્રો મુજબ ગિન્ની હાલમાં બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને તે જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપશે. આ દિવસોમાં કપિલની માતા પણ મુંબઇમાં આવી ગઇ છે જે ગિન્નીની સાથે રહે છે અને તેની દેખભાળ કરે છે. જોકે, આ વખતે કપિલ કે ગિન્ની તરફથી કોઇ જ નિવેદન સામે આવ્યું નથી. (PHOTO:INSTAGRAM)


થોડા દિવસો પહેલાં કરવા ચોથનાં અવસર પર કપિલ શર્માની નજીકની ભારતી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઇ હતી અને વીડિયોનાં અંતમાં ગિન્નીની એક ઝલક નજર આવી હતી જેમાં ગિન્ની બેબી બમ્પ સાથે નજર આવી હતી. ભારતી ગિન્ની અને અન્ય લોકોએ સાથે મળીને કરવા ચૌથ ઉજવી હતી. (PHOTO:INSTAGRAM)


તો આ સમય બાદ દિવાળીની શુભેચ્છા પાઠવવાં કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો ત્યારે ગિન્ની ખુરશી પાછળ ઉભેલી નજર આવે છે જેથી તેનું બેબી બમ્પ નજર ન આવે. (PHOTO:INSTAGRAM)


આપને જણાવી દઇએ કે, કપિલ અને ગિન્નીનાં લગ્ન 12 ડિસેમ્ચબર 2018માં થયા હતાં, બંનેનાં લગ્ન જાલંધરમાં થઇ હતી. કપિલ શર્મા અને ગિન્નીએ દિલ્હી અને મુંબઇમાં રિસેપ્શન આપ્યું હતું. (PHOTO:INSTAGRAM)