બીમારી અને ડિપ્રેશન બાદ દરેક જુના ઉઝરડા ભૂલીને કપિલ શર્માએ હાલમાં જ કમબેક કર્યુ હતું. પણ લાગે છે કે હજુ સુધી તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. ગત દિવસોમાં શરૂ થયેલો તેમનો નવો શો ફેમિલી ટાઇમ શરૂ થયાનાં થોડા જ દિવસમાં તે ઓફ એર થઇ ગયો. શો એખ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે કપિલનાં સતત વિવાદિત નિવેદન અને અભદ્ર ભાષાનાં ઉપયોગને કારણે તેની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. આ વિશે કપિલે પોતે જ નિવેદન આપ્યું છે તેણે કહ્યું કે, તે ગત દિવસોમાં તેને મળેલાં દગાથી દુ:ખી છે. તેણે તેનાં ગુસ્સા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તમામનો ગુસ્સો કાઢવાની રિત અલગ અલગ હોય છે. હું ગાળો ભાંડીને ગુસ્સો કાઢુ છું.
થોડા દિવસ પહેલાં જ કપિલ શર્માનો એક વીડિયો હાલમાં વાઇરલ થયો હતો. જેમાં તે એક વેબપોર્ટલનાં એડિટરને ગાળો ભાંડતો સંભળાય છે. જે બાદથી સોશિયલ મીડિયા પર તેનાં વિશે ઘણી વાતો થઇ રહી છે. જેમાં કેટલાંક સેલિબ્રિટીઝે તેનો સાથ આપ્યો છે બિગ બોસ વિનર શિલ્પા શિંદે અને તેની ખાસ મિત્ર અર્શી ખાન કપિલની વ્હારે આવ્યા છે. તેમણે કહ્યું બની શકે કે કપિલ ખોટો હોય. પણ હાલમાં મીડિયાએ તેને સ્પેસ આપવી જોઇએ. તે પરેશાન છે. તેને થોડા સમય માટે એકલો છોડી દેવો જોઇએ.
વીર દાસે કપિલ શર્માને રિપ્લેસ કરવાની વાતને અફવાહ ગણાવી છે. તેણે લખ્યું કે, મને સતત ફોન આવે છે. જેમાં પુછવામાં આવે છે કે શું હું કપિલ શર્માની જગ્યા લેવાનો છું. હું હાલમાં કોઇપણ શો નથી કરી રહ્યો. હું મારા આઇડિયા પર કામ કરુ છું. હું કપિલનાં શોમાં નથી આવી રહ્યો. આશઆ રાખુ કે તેમનો શો સારો ચાલે. હવે વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
કપિલ શર્માની સાથે વિવાદ ત્યારથી ચાલુ થયો છે જ્યારથી તેણે તેનાં સાથી કલાકાર અને સારા મિત્ર સુનીલ ગ્રોવર સાથે ફ્લાઇટમાં ઝઘડો કર્યો હતો. આ ઝઘડો પણ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બંને સોશિય મીડિયા પર પણ ખુબ બાખડ્યા હતાં. જોકે તેમણે એક બીજાને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. પણ લાગે છે કે કપિલનાં ગ્રહો જ હાલમાં તેની વિરોધમાં ચાલી રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે તેની કિસમત તેને ક્યાં લઇ જાય છે.