આ વીકે ટીઆરપીની રેસમાં ટીવી શોઝ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી. પાછલા અઠવાડિયે કપિલ શર્માનો શો ટીઆરપીની રેસમાં ટોપ પર હતો. ત્યાં જ હવે તેનો શો 'ધ કપિલ શર્મા શો' ટોપ 5માંથી બહાર થઇ ગયો છે. ઘણા પ્રયાસો છતાં આ શો એક વીકથી વધારે સમય માટે નંબર 1 પર ટકી શક્યો નથી. જ્યારે હવે નંબર વન પર ટીવી શો 'કુમકુમ ભાગ્ય' છે. આ શો પર જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. શોમાં પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ વીકમાં ટોપ 5માં કયા-કયા શોઝ છે.