એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડિયન કપિલ શર્માએ 20 જૂન, રવિવારના રોજ ફાધર્સ ડે પર ચાહકોની ખાસ ઇચ્છા પૂર્ણ કરી હતી. કપિલે પોતાના દીકરા ત્રિશાનની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં કપિલ શર્માના ખોળામાં ત્રિશાન તથા અનાયરા જોવા મળે છે. ત્રણેય કેક કટિંગ કરી હતી. આ સમયે કપિલ અને બંને બાળકોએ વ્હાઈટ કલરની ટી શર્ટ પહેરી હતી. ટીશર્ટમાં હતા.
એપ્રિલ મહિનામાં કપિલનાં બર્થ ડે પર નીતિ મોહને કપિલને જન્મ દિવસની વધામણી આપી હતી અને સાથે જ દીકરાનું નામ પુછ્યું હતું. નિતિએ ટ્વિટ કરી હતી કે, 'હેપી બર્થડે ડિયરેસ્ટ કપિલ પાજી. તમને તથા તમારા પરિવારને પ્રેમ. હવે તો બેબીનું નામ કહી દો.' આ પોસ્ટ પર કપિલ શર્માએ કહ્યું હતું, 'આભાર નીતિ. આશા છે કે તમે તમારું સારી રીતે ધ્યાન રાખતા હશો. અમે તેનું નામ ત્રિશાન રાખ્યું છે.'