વજન ઘટાડીને ફિટ થઇ રહ્યો છે કપિલ, આ મહિનામાં જ કરી શકે કમબેક
કપિલ આ મહિને ટીવી પર નવાં શોથી કમબેક કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો આ શો પણ કોમેડી બેઝ્ડ જ હશે તેને પણ 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નાં ડિરેક્ટર ભારત કુકરેતી જ ડિરેક્ટ કરશે
કપિલ શર્મા ધીરે ધીરે તેનાં રંગમાં પાછો ફરી રહ્યો છે. તે ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરી શકે છે. હાલમાં તેની સોશિયલ મીડિયા પર તસવીર આવી છે જેમાં તે ન ફક્ત ફિટ ન જર આવે છે તેનું વજન પણ ઓછુ દેખાઇ રહ્યું છે.
2/ 7
કપિલની 2-3 મહિના પહેલાની જે તસવીર સામે આવી હતી તેમાં તેનું પેટ ઘણું જ વધેલુ દેખાતુ હતું. પણ હાલની તવસીરમાં તે પહેલાની સરખામણીએ ફઇટ નજર આવી રહ્યો છે.
विज्ञापन
3/ 7
આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં કપિલે લખ્યુ હતું કે, 'પંજાબ, અમૃતસર, જલંધર, કુલચે, મટ્ઠી, છોલે, લસ્સી= 5 કિલો વજન વધી ગયુ છે' પણ કપીલને જોઇને લાગતુ નથી કે તેનું વજન વધ્યુ હોય. ઉલટાનું જુની તસવીરોની સરખાણીએ તેનું વજન ઘટ્યુ છે.
4/ 7
તેનાં ચહેરાની ચમક પણ પાછી આવી છે. વાતો છે કે તે ટીવી પર કમબેક કરવાની તૈયારીઓ કરી રહ્યો છે.
5/ 7
એક સમયે તે ડિપ્રેશનમાં સરી ગયો હતો જેને કારણે તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધુ હતું. જેની અસર તેનાં શરીર પર વર્તાતી હતી.
विज्ञापन
6/ 7
કપિલ હાલમાં પંજાબી ફિલ્મ 'સન ઓફ મનજીત સિંહ'નાં પ્રમોશનમાં બીઝી છે. આ ફિલ્મમાં પંજાબી સ્ટાર ગુરપ્રીત ઘુગ્ગી લિડ રોલમાં છે. વિક્રમ ગ્રોવરે તેને ડિરેક્ટ કરી છે તે 12 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કપિલ શર્માએ સુમીત સિંહની સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
7/ 7
વાતો છે કે કપિલ આ મહિને ટીવી પર નવાં શોથી કમબેક કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો આ શો પણ કોમેડી બેઝ્ડ જ હશે તેને પણ 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નાં ડિરેક્ટર ભારત કુકરેતી જ ડિરેક્ટ કરશે.