કૌન બનેગા કરોડપતિ 10નો છેલ્લો એપિસોડ આ અઠવાડિયે કર્મવિર એપિસોડ આવશે જેમાં કોમેડિયન કપિલ આવશે. જ્યાં તે 'ધ અર્થ સેવિયર્સ ફાઉન્ડેશન'નાં ફાઉન્ડર રવિ કાલરાની સાથે જોડીદારનાં રૂપમાં આવશે. હાલમાં જ સોની ટીવીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ એપિસોડનો પ્રોમો વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે
જે વિશે કપિલ કહે છે કે, આપની થોડી સલાહ જોઇતી હતી. ''પત્નીને ખુશ રાખવાનો કોઇ ગુરૂ મંત્ર જણાવો.'' આ સવાલ સાંભળીને બિગ બી જોષમાં આવીને કહે છે કે, પત્ની કંઇપણ બોલે, તેનાં બોલતા પહેલાં જ સોરી બોલી દો. આપનું તમામ દુખ દર્દ દૂર થઇ જશે. તે બાદ કપિલ તેનાં અંદાજમાં બિગ બીને કહે છે કે, 'જેમ મર્દ ને દર્દ નથી થતો, શહંશાહ, રિશ્તે મે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ.. પણ જ્યારે બાપનાં જ આ હાલ હોય તો બાળકોનું તો આવું જ રહેવાનું ને..'