બેંગલુરુ: કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી અને કન્નડ બિગ બોસ(Kannada Bigg Boss)ના સ્પર્ધક ચૈત્રા કોટૂરે (Chaitra Kotoor)આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે તેણે તેના ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યારે અભિનેત્રીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.
થોડા દિવસો પહેલા લગ્ન કર્યાં હતાં - થોડા દિવસો પહેલા ચૈત્રા કોટૂરે (Chaitra Kotoor) ઉદ્યોગપતિ નાગાર્જુન સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વાત તેના લગ્નના ફોટો શેર કરીને કરી હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, નાગાર્જુનનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. આ મામલો સામે આવ્યા બાદ નાગાર્જુન કહે છે કે, કેટલાક લોકોને મજબૂર કર્યા બાદ તેણે તેની ઇચ્છા વિરુદ્ધ ચૈત્રા સાથે લગ્ન કર્યા.
લગ્નનો ફોટો વાયરલ થયો - 28 માર્ચે નાગાર્જુન અને ચૈત્રા (Chaitra Kotoor)નો ફોટો સામે આવ્યો હતો, જે ખૂબ વાયરલ પણ થયો હતો. વાયરલ તસવીરમાં બંને લગ્ન પછી મંદિરમાં ઉભા જોવા મળ્યા હતા. ચૈત્રા નાગાર્જુન સાથે લાંબા સમયથી સંબંધમાં હતી. આ લગ્ન દરમિયાન ચૈત્રાના પરિવારના સભ્યો પણ હાજર હતા અને સાદગીથી લગ્ન કર્યા હતા.
નાગાર્જુન લગ્ન માટે તૈયાર ન હતો - લગ્ન પછી, જ્યારે ચૈત્રા કોટૂર નાગાર્જુનનાં ઘરે ગઈ, ત્યારે તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. બાદમાં બંનેએ ઘરની બહારનો રસ્તો બતાવી દીધો હતો. એમ પણ કહ્યું કે, તેમનું લગ્નજીવન અમાન્ય છે. ચૈત્રાએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં આ બધી વાતો જણાવી છે. આ સાથે ચૈત્રાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, નાગાર્જુન સતત લગ્નને મોકૂફ રાખી રહ્યો હતો. બાદમાં, ચૈત્રાના પરિવાર અને સમાજના સભ્યોને સમજાવ્યા પછી તેઓ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.