આ તસવીર શેર કરતાં રંગોલીએ લખ્યુ હતું કે, જયપુર જતાં સમયે આજે કંગનાએ કોલકાત્તાથી ખરીદેલી 600 રૂપિયાની સાડી પહેરી છે. તે આ જાણીને ખુબજ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી કે આટલું સુંદર ઓર્ગેનિક કોટન આ ભાવમાં મળી શકે છે. આ એક રીતે હાર્ટ બ્રેકિંગ છે કે, લોકો કેટલી મહેનત કરે છે અને તેનાં બદલામાં તેઓ કેટલું ઓછું કમાઇ શકે છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ તે પણ તેમનાંથી લઇ જાય તે પહેલાં પ્લિઝ તેમને સપોર્ટ કરો.