બોલિવૂડમાં પંગા ગર્લ તરીકે પ્રખ્યાત કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં ચર્ચામાં છે. પહેલાં સુશાંત કેસમાં સતત બોલિવૂડ પર નિશાન સાધવા પર અને હવે મુંબઇની સરખામણી PoKથી કરીને મહારાષ્ટ્ર સરકાર સામે પંગો લઇ લીધો છે. હાલમાં તેનાં 48 કરોડ રૂપિયાનાં આલિશાન ઓફિસનાં ગેરકાયદેસરની જગ્યા પર BMCએ બુલ્ડોઝર ચલાવી દીધું. તો કંગના ગુસ્સાથી લાલ પીળી થઇ ગઇ છે. (File Photo)
15 વર્ષનાં કરિઅરમાં કંગનાએ ભારે મહેનત કરી છે. અને તે ફિલ્મ એક્ટરથી ફિલ્મ પ્રોડ્યુસર બની ગઇ છે. કંગનાએ રાષ્ટ્રીય પુરસ્કાર સહિત ઘણાં પ્રતિષ્ઠિત ફિ્લમ સમ્માન કમાયા છે. એટલું જ નહીં તે પદ્મશ્રીથી પણ સન્માનિત થઇ છે. પણ આપ જાણો છો કંગના ખરેખરમાં કેટલી સંપત્તિની માલકિન છે. ચાલો આપને જણાવીએ. (File Photo)