એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થઇ પણ આ એડવર્ટાઇઝમેન્ટથી સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઇ છે. એડવર્ટાઇઝમેન્ટને કારણે સોશિયલ મીડિયા બે જૂથમાં વહેંચાઇ ગયુ છે. બોલિવૂડ દ્વારા પણ ભળતી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક તરફ જ્યાં કંગના રનૌટે આ એડવર્ટાઇઝમેન્ટનો વિરોધ કર્યો છે અને તેને લવ જિહાદ જણાવી છે ત્યાં બીજી તરફ રિચા ચડ્ડા, સ્વરા ભાસ્કર જેવાં કલાકારોએ તેનું સમર્થન પણ કર્યુ છે.
પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્ક (Tanishq)ની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા અપનાવી લેવામાં આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટને લવ જિહાદ સાથે જોડવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તનિષ્કની એડ જોતા કંગના રનૌટ ભડકી અને તેણે ટ્વિટર પર લખ્યું છે કે, 'હિન્દુ હોવાને કારણે આપણે ઘણું સતર્ક રહેવાની જરૂર છે. ક્રિએટિવ આતંકવાદીઓ આપણાં મગજમાં શું ઘુસાડી રહ્યાં છે. આપણે આવા વિષય પર ચર્ચા મુલ્યાંકન કરવાની જરૂર છે. જે આપણાં મગજમાં ખોટું ભરતા જઇ રહ્યાં છે. આ તમામની શું અસર હોય છે. આપણી આ સભ્યતાને બચાવવાનો એક માત્ર ઉપાય છે આ તમામનો વિોરધ કરવો.' કંગનાએ બીજી એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'આ એડ ઘણી ખરી રીતે ખોટી છે. જેમ તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી હિન્દૂ વહુ તેમની સાથે રહે છે પણ તેને સ્વીકાર ત્યારે થાય છે જ્યારે તે ઘરને વારિસ આપવાની છે. તેનો અર્થ છે કે, શું મહિલા બાળક પેદા કરવાની મશીન છે. કંગનાએ આ એડ પર આરોપ લગાવતા કહ્યું કે, ફક્ત લવ જિહાદ જ નહીં પણ લિંગભેદને પણ આ એડ પોશે છે.'
એક્ટ્રેસ રિચા ચડ્ડાએ લખ્યું કે, આ ઘણી જ સુંદર એડવર્ટાઇઝમેન્ટ છે. તો ફિલ્મ નિર્દેશક પીહૂ ફેઇમ વિનોદ કાપડીએ આ એડ અંગે લખ્યું છે કે, #Tanishqને આ સુંદર એડવર્ટાઇઝમેન્ટ પરત લેવી પડે છે. ત્યારે સરકારનાં મો પર તાળા લાગી જાય છે. પણ જ્યારે #SureshChavanke #Arnab જેવાં નફરતી સુપારી જૂથનાં વિરોધમાં કઇ થાય છે ત્યારે બધી જ સરકાર બહાર આવે છે. -6 વર્ષમાં મોદી રાજ આજ છે.