કંગના અને આદિત્ય પંચોલી સાથે જોડાયેલો વિવાદ શમવાનું નામ જ નથી લેતો. સમયાંતરે આ મામલે નવી નવી વાતો સામે આવી રહી છે. ગત દિવસોમાં સમાચાર હતાં કે આદિત્ય પંચોલી પર રેપનો કેસ દાખલ થયો છે. હાલમાં ફરી એક વખત કંગનાની બહેન રંગોલીએ ચોકાવનારો ખુલાસો કર્યો છે. રંગોલીએ તેનાં ટ્વિટર અકાઉન્ટ પર ઘણી પોસ્ટ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે, આદિત્ય પંચોલીએ કંગના પાસે થોડા ઘણાં નહીં પુરા એક કરોડ રૂપિયા વસુલ્યા છે. રંગોલીની ટ્વટિ્સની આ સીરીઝમાં ઘણાં ખુલાસા પણ થયા છે.
રંગોલીએ શુક્રવારે ટ્વિટ કરતાં આદિત્ય પંચોલી પર આરોપ લગાવ્યો હતો કે, આદિત્ય પંચોલીએ એક્ટ્રેસ કંગના પાસેથી બળજબરીથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ લઇ લીધી છે. રંગોલીએ જણાવ્યું કે, પંચોલી વિરુદ્ધ 2007માં શારીરિક શોષણ, ઉત્પીડન અને બળજબરીથી વસૂલીની ફરિયાદ કરવામાં આવી હતી. તેણે કંગના પાસે 1 કરોડથી વધુ રૂપિયા એમ કહીને લીધા હતાં કે કંગનાને ત્રણ મહિના મે ખવડાવ્યું છે. જ્યારે તે બેઘર હતી. ત્રણ મહિલાનનાં ભાડાની રકમ એક કરોડ પર રંગોલીએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું.
રંગોલીએ વધુમાં કહ્યું કે, તે કંગના પાસેથી વધુ પૈસા વસુલવા ઇચ્છતો હતો. બળજબરી વસૂલીનો અંતિમ મેસેજ મે પોતે રિસિવ કર્યો છે. અને 2016માં પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે FIR પણ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, 'કંગના પાસે આ તમામ બાબતો માટે જરાં પણ સમય નથી. પણ અવાર નવાર તેનાં અને તેની પત્ની તરફથી આવતા કેસ લડવા પડે છે. આ લોકોને તે વાતે તાકાત મળે છે કે, કંગના ઘણી જ બિઝી છે પણ હવે મે તેનાં કેસ મારા હાથમાં લઇ લીધા છે. જેથી કંગના તેનું કામ કરી શકે.'
આપને જણાવી દઇએ કે, આદિત્ય વિરુદ્ધ આ FIR ગુરૂવારે 27 જૂનનાં દાખલ થઇ હતી. આ મામલે વાત કરતાં તેનાં પર આરોપો ખોટા ગણાવાઇ રહ્યાં છે. આ ઉપરાંત આ મામલે પણ ઇન્કાર કર્યો છે કે તેને પોતાનાં વિરુદ્ધ ચાલી રહેલાં એક્સટોર્શન કેસ અંગે જાણકારી હતી. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો કંગના છેલ્લે 'મણિકર્ણિકા'માં નજર આવી જ્યારે આદિત્ય 'રેસ-2'માં નજર આવ્યો હતો.