દીપિકાની અપકમિંગ ફિલ્મ 'છપ્પાક'નો ફર્સ્ટલૂક જાહેર થઇ ગયો છે. દીપિકા આ ફિલ્મમાં એસિડ અટેક વિક્ટિમ માલતીનો રોલ અદા કરી રહી છે. દીપિકા પાદુકોણનાં લૂકને બી ટાઉનમાં સૌ કોઇ વખાણી રહ્યું છે. ત્યારે હવે કંગના રનૌટની બહેન રંગોલી ચંદેલે પણ દીપિકાનાં લૂકનાં વખાણ કર્યા છે. આપને જણાવી દઇએ કે, રંગોલી પોતે એક એસિડ અટેક સરવાઇવર છે.