એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો અને નવાં જુવા વીડિયોઝ તે શેર કરતી રહે છે. હાલમાં તેણે તેનાં પરદાદા અને નાના સાથે તેની બહેન રંગોલી (Rangoli) અને ભાઇ અક્ષત (Akshat)ની કેટલીક તસવીરો શેર કરી છે સાથે જ તેણે ફેન્સને એક દુખદ કહાની પણ જણાવી છે.
કંગનાએ (Kangana Ranaut) તેનાં ટ્વિટર પેજ પર તેનાં બાળપણની ત્રણ તસવીરો શેર કરી છે. આ ત્રણેય તસવીરો તેણે વર્લ્ડ સિબિંગ ડેનાં અવસર પર શેર કરી છે. પહેલી તસવીરમાં કંગના તેનાં ભાઇ અને બહેનનીસાથે નજર આવે છે. બીજી તરવસીરમાં ફક્ત રંગોલી છે અને ત્રીજી તસવીરમાં તે નાના અને દાદા સાથે નજર આવે છે.
આ તસવીરો શેર કરતાં કંગનાએ લખ્યું છે કે, 'શું આજે સિબલિંગ ડે છે? મારી માતાને અમારા પહેલાં એક બાળક હતું. કોઇ જ સમસ્યા વગર તેનું નિધન થઇ ગયુ હતું. મને લાગે છે અમારા ત્રણેયમાં એ બાળકનાં અંશ છે. જે ત્રણ ભાગમાં વહેચાઇ ગયુ છે. અમારામાં ઘણી સમાનતાઓ છે. અને મારા નાનાજી ઠાકુર ઇન્દર સિંહ અને પરદાદા રનૌટની એક સાથે રેર તસવીર મળી.' એક્ટ્રેસની પોસ્ટ પર ઘણાં ફેન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ગત વર્ષે સ્પટેમ્બરમાં કંગનાએ તેની બહેન રંગોલી અને ભાઇ અક્ષતની સાથે તેનાં મજબૂત સંબંધ અંગે વાત કરી હતી. તેણે મનાલીમાં આનંદ લેતા તેની તસવીરો શેર કરતી હતી.
કંગનાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તમિલનાડુની દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક થલાઇવીમાં નજર આવશે. એએલ વિજયનાં ડિરેક્શનમાં આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે. આ ઉપરાંત તે તેજસ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. ફિલ્મમાં તે એરફોર્સનાં ફાઇટર પ્લેનની પાયલટ તરીકે નજર આવશે.