એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધન બાદથી તેનાં ફેન્સ સતત આ મામલે સીબીઆઇ (CBI) તપાસની માંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ગત એક મહિનાથી ફેન્સ બોલિવૂડ (Bollywood) સેલિબ્રિટીઝ તેમનાં નિધન પર ઘણાં સવાલ ઉઠાવી રહ્યાં છે. આ મામલાની તપાસ CBIમાં ઉઠી છે. હાલમાં જ વકીલ ઇશકરણ સિંહ ભંડારીએ લોકોને અપીલ કરી હતી કે એક દિવો કે મિણબત્તી પ્રગટાવી એક્ટર સુશાંત સિંઘ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપે. આ મુહિમમાં ન ફક્ત ફેન્સ પણ બોલિવૂડની ક્વિન એટલે કે કંગના રનૌટ (Kangana Ranaut) પણ શામેલ થઇ હતી. તેણે ડિજિટલ પ્રોટેસ્ટ (Digital Protest)માં ભાગ લીધો હતો.