પુલવામા હુમલાનાં બે અઠવાડિયામાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનનાં બાલાકોટ સ્થિત આતંકવાદીઓનાં ખેમામાં હવાઇ હુમલા દ્વારા ધ્વસ્ત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર હુમલામાં ભારતે 200-300 આતંકીઓને ઠાર માર્યા છે. જ્યાં આખો દેશ જવાબી હુમલાથી ખુશ છે ત્યાં બોલિવૂડ સ્ટાર્સ પણ આ ખુશી મનાવી સોશિયલ મીડિયા પર દેશનાં જવાનોને ધન્યવાદ આપી રહ્યાં છે અને ગર્વ અનુભવી રહ્યાં છે.