કંગના રણૌતે મારી Dhaakad એન્ટ્રી, શેર કરી અત્યારસુધીની સૌથી ગ્લેમરસ તસવીરો
'ધાકડ'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌતે (Kangana Ranaut Dhaakad) પોતાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક બતાવ્યો હતો. તેણે હેલિકોપ્ટર દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેની શાનદાર સ્ટાઈલ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ધાકડના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી. કંગનાએ આને પોતાની ધાકડ એન્ટ્રી ગણાવી છે.
2/ 7
આ તસવીરોમાં કંગના રનૌત બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક છે.
3/ 7
કંગના રનૌતે હીલવાળા બ્લેક શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ દરમિયાન કંગનાનો પોઝીટીવ દેખાવ જોવા મળ્યો હતો.
4/ 7
કંગના રનૌત શાનદાર અંદાજમાં ફોટો માટે પોઝ આપતી જોવા મળી હતી. તેણે ફેન્સને ઈવેન્ટ દરમિયાન કરેલા ફોટોશૂટની ઝલક પણ બતાવી.
5/ 7
કંગના રનૌતને આ સ્ટાઇલિશ લુક ફેશન સ્ટાઈલિશ તાન્યા ગવરી દ્વારા આપવામાં આવ્યો છે. તેનું ફોટોશૂટ તેજસ નેરુકરે કર્યુ છે.
6/ 7
'ધાકડ'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને ડિરેક્ટર રજનીશ ઘાઈ પણ હાજર હતા. આ દરમિયાન બધાએ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા.
7/ 7
તમને જણાવી દઈએ કે 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત 'ભૂલ ભુલૈયા 2' સાથે સ્પર્ધા કરશે.