PHOTOS: મનાલીમાં ભાણીયા સાથે કંગનાની મસ્તી, માણ્યો 'પાત્રા અને ઝોલ'નો લુત્ફ
કંગના રનૌટ (Kangana Ranaut) સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput Case) પણ અગ્રેસર અવાજ ઉઠાવી રહી છે. હાલમાં કોરોનાની (Corona) સ્થિતિને કારણે તે મુંબઇમાં નથી અને મનાલીમાં પોતાનાં ઘરે જ સમય વિતાવી રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ક્વિન કંગના રનૌટ હાલમાં હિમાચલ પ્રદેશમાં છે અને મનાલીમાં તેનાં ઘરે આરામનું જીવન જીવી રહ્યો છે. કોરોના સંકટ બાદથી કંગના મનાલીમાં જ તેનાં પોતાનાં ઘરે છે અને અહીં જ સમય વિતાવી રહી છે
2/ 7
આ સમય દરમિયાન કંગના, સુશાંત સિંહ રાજપૂત મામલે પણ અગ્રેસર ભાગ ભજવી રહી છે તે દરરોજ કોઇને કોઇ નિવેદન કરતી રહે છે. કંગનાની ટીમે ટ્વિટર પર તેનાં ઘણાં ફોટો પણ શેર કર્યા છે.
विज्ञापन
3/ 7
ટ્વિટર પર હાલમાં જ ફોટો શેર કરવામાં આવ્યાં જેમાં કંગનાએ તેની માનાં હાથનાં બનેલાં પાત્રા અને લસ્સીનો ઝોલ (છાશ જેવું પણ સ્વાદમાં મીઠું) બનાવ્યો હતો. તે તેનાં ઘરે મંડીનાં ભાંબલામાં છે. કંગનાએ તેની તસવીરો પણ શેર કરી છે.
4/ 7
પાત્રા અરવીનાં પત્તા માંથી બનતી વાનગીની તસવીર શેર કરી હતી. આ સાથે જ તેણે પાત્રા અંગેની જાણકારી શેર કરી છે.
5/ 7
આ ઉપરાંત કંગનાએ ટ્વિટર પર તલસીનાં છોડની તસવીર પણ શેર કરી છે.
विज्ञापन
6/ 7
કંગના તેનાં ભાણીયા પૃથ્વીની સાથે સમય વીતાવી રહી છે અને તેની સાથે મસ્તી કરતી પણ નજર આવે છે.
7/ 7
જન્માષ્ટમીનાં દિવસે કંગનાએ ઘરમાં પૂજા કરી હતી તેની તસવીર પણ તેને શેર કરી છે.