મુંબઈ. બોલિવૂડની ‘પંગા ક્વીન’ કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં આખી ઇન્ડસ્ટ્રી અને મહારાષ્ટ્ર સરકાર સાથે પંગો લઈને બેઠી છે. અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેવાવાળી કંગનાની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) લગભગ ર્ક મહિના પહેલાં રિલીઝ થઈ હતી જેને ઘણી પ્રશંસા મળી છે. થલાઈવી બાદ કંગના રનૌત (Kangana Ranaut) ‘ધાકડ’ (Dhakad)થી ધમાકો કરવા માટે તૈયાર છે. કંગનાની આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થશે. આ દરમ્યાન કંગના (Kangana Ranaut Troll) પોતાની ફિલ્મના પ્રમોશન માટે નીકળી અને પોતાના ડ્રેસને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ. (ફોટો- Viral Bhayani)