નવી દિલ્હી: 13 જાન્યુઆરી 1988ના રોજ મુંબઇમાં જન્મેલા અધ્યય સુમન બાળપણથી જ ફિલ્મી ગલીઓથી વાકેફ હતો. તેણે પોતાના પિતાના ડગલે ચાલતાં વર્ષ 2008માં 'હાલ-એ-દિલ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. જો કે તેની પહેલી જ ફિલ્મ ફ્લોપ થઇ હતી. તે બાદ પણ તેણે ઘણી ફિલ્મો કરી પરંતુ તેને તેવી સફળતા ન મળી જેવી તેના પિતાએ હાંસેલ કરી હતી. ભલે અધ્યયન ફિલ્મોમાં કંઇ ખાસ કમાલ ન દેખાડી શક્યો હોય પરંતુ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કર્યા બાદ તે સતત ચર્ચામાં રહ્યો.
વધુ એક ઘટનાને યાદ કરતાં અધ્યયને કહ્યું હતું કે, એકવાર કંગના તેને એક જ્યોતિષી પાસે લઇ ગઇ અને રૂમ બંધ કરીને મંત્ર વાંચવા કહ્યું. તે કંગના પર પૂરો વિશ્વાસ કરતો હતો તેથી કંગનાએ જે કહ્યું તેણે તે બધું જ કર્યુ. તેણે કહ્યું કે, કંગનાએ કાળો જાદુ કર્યો હતો. તેની જાણકારી તેને એક ટેરો કાર્ડ રીડરે આપી અને કહ્યું કે કોઇ પહાડી મહિલાએ કાળો જાદુ કર્યો છે.
ઋતિક રોશનના કારણે થયું બ્રેકઅપ: કહેવામાં આવે છે કે કંગના અને અધ્યયનું બ્રેકઅપ એક્ટર ઋતિક રોશનના કારણે થયું હતું. 'રાઝ- ધ મિસ્ટ્રી કંટિન્યૂ' બાદ કંગનાની ફિલ્મ કાઇટ્સ આવી હતી. આ ફિલ્મમાં ઋતિક અને કંગના સાથે જોવા મળ્યાં હતાં. તેવામાં કંગના અધ્યયન સુમનને છોડીને પરણેલા ઋતિક રોશનને ડેટ કરવા લાગી હતી. જો કે જલ્દી જ આ રિલેશનશિપનો અંત આવી ગયો હતો.