

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) તેનાં બિન્દાસ બોલવાને કારણે ઘણી વખત ચ્રચામાં રહે છે. કંગના જેટલી બોલવામાં બિન્દાસ છે તેટલી જ તે પરિવાર માટે લાગણીશીલ છે. કંગનાએ હાલમાં તેનાં ભાઇ અને ભાભીનું ઘર મુંબઇમાં ડિઝાઇન કર્યું હતું હવે તેણે તેનાં મમ્મી પાપા માટે મુંબઇમાં (Kangana Redesinghs her parents Home) વાળું ઘર પણ ખુબજ આલિશાન રીતે સજાવ્યું હતું. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ જોઇને તમારું દિલ ખુશ થશે. આ કોઇ હિરો હિરોઇનનાં ઘર જેવું ઘર નથી. ઘણું જ સિમ્પલ અને હવા ઉજાસવાળુ આ ઘર છે.


કંગનાએ તેનાં માતા-પિતાનું મુંબઇ વાળા ઘર તેનાં હાથે સજાવ્યું છે. કંગનાનાં ઘરે પહેલાં અને બાદનાં લૂકની તસવીરો શેર કરી છે. બંને લૂકમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે.


તો ત્રીજી તસવીરમાં કંગના દ્વારા કરવામાં આવેલી સુંદર સજાવટ દેખાય છે. કંગનાનાં સિમ્પલ ઘરને તેની સ્કિલથી સુંદર બનાવ્યું છે. કંગનાએ તેની નવી ભાભી ઋતૂની સાથે મળી આ ઘરની કાયા પલટ કરી દીધી છે.


કંગનાએ ઘરની બાલકનીમાં પ્લાન્ટ્સથી સજાવ્યું છે. સાથે જ આખા ઘરનો લૂક પણ બદલાઇ ગયો છે. બાલકનીથી રાતનો નજારો પણ ઘણો જ સુંદર દેખાય છે.


આ પહેલાં કંગનાએ તેનાં ભાઇ ભાભીનું ઘર સજાવ્યું હતું. કંગનાએ તેની શૂટિંગ બાદ સમય કાઢીને ઘર સજાવ્યું હતું.


આપને જણાવી દઇએ કે, કંગનાએ તેનાં મનાલી સ્થિત ઘરને પણ સુંદર રીતે સજાવ્યું ચે. કંગનાનું આ શાનદાર ઘર 30 કોરડ રૂપિયાની કિંમતમાં તૈયાર થયુ હતું. કંગનાનાં બંગલાને બનાવવામાં પારંપરિક પહાડી વાસ્તુકલા પર ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ ઘરને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.


કંગનાએ આશરે 10 કરોડ રૂપિયામાં જમીન ખરીદી અને ત્યાં આલીશાન કોઠી બનાવી છે. કંગનાનાં ઘરમાં કૂલ આઠ રૂમ છે. તેનાં ઘરની એક બારીમાંથી પહાડોનો નજારો દેખાય છે. જ્યારે પણ કંગનાને સમય મળે છે તે તેનાં મનાલી વાળા બંગલા પર ચાલી જાય છે.


કંગના તેનાં મનાલીવાળા ઘરમાં ઘણી વખત ફોટોશૂટ કરાવતી નજર આવે છે. કંગનાએ તેનાં ઘરમાં પિયાનો પણ વસાવ્યો છે.


કગંના તનો ફ્રી સમય તેનાં પરિવાર સાથે વીતાવવાનું પસંદ કરે છે. અને તેમની સાથે વિતાવેલાં સમયની તસવીરો પણ તે શેર કરતી રહે છે.