કંગના રનૌટનો દાવો, મહેશ ભટ્ટે તેને ચંપલ મારી છે અને મારવા માટે પાછળ દોડ્યો છે
કંગના રનૌટ (kangana Ranaut)નો દાવો જ્યારે મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની એક ફિલ્મ ઠુકરાવી તો તે હિંસક ગુસ્સામાં તેની પાસે આવ્યો તો આ ફિલ્મ એક એવી મહિલા વિશે હતી જે પોલીસનાં અત્યાચારનો શિકાર થયા બાદ આત્મઘાતી હુમલાવર બની જાય છે.


એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કંગના રનૌટ (Kangana Ranaut)એ દાવો કર્યો છે કે, જ્યારે તેણે મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની ફિલ્મ ઠુકરાવી હતી તો તે હિંસક થઇ ગુસ્સામાં તે તેની પાસે આવ્યો હતો. અને તેને ઢોર માર માર્યો હતો. કંગનાનું કહેવું છે કે, આ એક એવી મહિલાની કહાની હતી કે જેમાં તે મહિલા પોલીસનાં અત્યાચારનો શિકાર થયા બાદ આત્મધાતી હુમલાખોર થઇ જાય છે. તેણે કહ્યું કે, મહેશ ભટ્ટે લગભગ તેને મારી જ હતી. તે સમયે તેની જ દીકરી પૂજા ભટ્ટે તેને રોક્યો હતો.


એક ખાનગી ચેનલને આપેલાં ઇન્ટરવ્યુંમાં કંગનાએ કહ્યું કે, મહેશ ભટ્ટે તેની ફિલ્મ 'ગેંગસ્ટર' ફિલ્મમાં લોન્ચ કરી હતી. હું તેમની આભારી છું. પણ તેનો અર્થ એ નથી કે મને કોલ કરીને મને ગાંડી અને સાઇકોથિક કહે.. મારા પર ચપ્પલ ફેંકે.. તેને આ કોઇ અધિકાર નથી. કંગના ફરી કહે છે કે, મહેશ ભટ્ટે મારા પર એક ચપ્પલ ફેકી હતી.


કંગનાનાં જણાવ્યાં મુજબ, જ્યારે તે ભટ્ટની સાથે ગેંગસ્ટર અને વો લમ્હે કરી હતી. ત્યારે મહેશ ભટ્ટે કંગનાને તેનાં એડિટિંગ સ્ટૂડિયોમાં બોલાવી હતી. અને ફિલ્મ 'હીરોઇઝમ ઓફ અ સુસાઇટ બોમ્બર' (Heroism of a Suicide Bomber) ઓફર કરી હતી. કંગનાની ફિલ્મ ની વિચારધારા પર વિશ્વાસ ન હતો. જેમાં તેને આત્મઘાતી હુમલાવરની 'વીરતા' દર્શાવી હતી. તેણે કહ્યું કે, 'તે સમયે મારી ઉંમર 18 વર્ષ હતી છતા પણ મારી પાસે ઘણી કોમન સેન્સ હતી.' કંગનાએ કહ્યુ હતું, 'જો તમને પ્રતાડિત કરવામાં આવે છે, તો ઘણુ બધુ છે જે આપ કરી શકો છો. આપ સેના કે પોલીસમાં શામેલ થઇ શકો છો. આપે આત્મઘાતી હુમલાવર કેમ બનવું છે?' મે તે ફિલ્મ નહોતી કરી.


મહેશે ભટ્ટે કંગનાનાં આ નિર્ણયને યોગ્ય રીતે ન લીધો અને તે તેનાં પર ખુબ બગડ્યા હતાં. તે સાચેમાં મારી પાસે આવવાનાં હતા મારા પર હાથ ઉઠાવવા મને મારા તેની દીકરીએ તેને ન રોક્યા હોત અને પરત ન બોલાવ્યા હોત અને કહ્યું હોત કે પાપા આમ ન કરો.. તો તે મને મારી જ દેત... તેનાં કારણે હું બચી ગઇ હતી.


કંગનાએ કહ્યું કે, ફિલ્મ વો લમ્હેનાં ટ્રાયલ સમયે કથિત તોર પર ચપ્પલ વાળી ઘટના બની હતી. કંગનાએ દાવો કર્યો હતો કે, મહેશ ભટ્ટે તેની ફિલ્મની સ્ક્રીનિંગમાં શામેલ ન થવા દીધી. તે થિએટરનાં મેન ગેટ પ રઆવ્યા અને મને મારો પીછો કર્યો મારા પર બુમો પાડી હું તે બાદથી ચુપકેથી હું ફિલ્મ જોવાનો પ્રયાસ કરતી હતી. હું ફિલ્મ જોવા માંગતી હતી. તે બાદ તો મને તેમને મને ચપ્પલ ફેકીને મારી હતી. પછી બે લોકો તેને અંદર લઇ ગયા હતાં.