એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં તેનાં સણસણતા નિવેદનોને કારણે ચર્ચામાં છે સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન (Sushant Singh Rajput)નાં નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં બે ભાગ થઇ ગયા છે. કંગના ઇન્ડસ્ટ્રીમાં ચાલતા ગ્રુપિઝમ અને નેપોટિઝમનો પડદાફાશ કરવામાં લાગી છે. અને તેણે ઘણાં મોટા પ્રોડક્શન હાઉસ અને હિરો હિરોઇન પર નિશાન સાધ્યા છે. આ સાથે જ તેણે તેનાં ઇન્ટરવ્યૂઝથી લઇ સોશિયલ મીડિયા તમામ પર ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયને મળેલા એવોર્ડ્સ પર સવાલ ઉઠાવ્યા હતાં. હવે તેનાં સવાલોનો જવાબ ઝોયા અખ્તરે આપ્યો છે. તેણે ન ફક્ત કંગનાનાં સવાલોનો જવાબ આપ્યો છે પણ ઇન્ડસ્ટ્રીમાં ચાલતાં નેપોટિઝમનાં મુદ્દા પર પણ તેની રાય મુકી છે.
ઝોયા અખ્તરે તેનાં નિવેદનમાં સ્પષ્ટ કર્યુ કે, કંગના દ્વારા કહેલી વાતથી તેને કોઇ જ ફરક પડતો નથી. તેણે ઇન્ડિયા ટૂડે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યું કે, ઝોયા અખ્તરને પુછ્યુ કે શું તે તેની આગામી ફિલ્મમાં કંગનાને ઇનવાઇટ કરશે? તેનાં પર ઝોયાએ કહ્યું, તેણે દરેક જગ્યાએ જઇને કહ્યું છે કે, તે મારુ કામ પસંદ નથી કરતી. તેથી હું તેમને એવી સ્થિતિમાં ન મુકી શકું.
આપને જણાવી દઇએ કે, કંગનાએ કહ્યું હતું કે, સુશાંત સિંઘ રાજપૂતની ફિલ્મ છિછોરે ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયથી ઘણી સારી છે. અને વધુ એવોર્ડ્સની હકદાર હતી. ગલી બોયએ ઘણી કેટેગરીમાં એવોર્ડ્સ જીત્યા છે. તેણે 13 એવોર્ડ્સ જીત્તયા. તેનાં પર ઝોયાનું કહેવું છે કે, 'બધા જ નહીં, કારણ કે હું એવોર્ડ સેરેમનીમાં નહોતી ગઇ, અને તે જરૂરી પણ નથી.આમ તો કંગના રનૌટ પોતે એવોર્ડ્સનો વિરોધ કરે છે એવામાં મને સમજાતુ નથી કે તે કેમ આ વિશે વાત કરે છે.' આપને જણાવી દઇએ કે, ઝોયા અખ્તરની 'ગલી બોય' 2020માં ઓસ્કારમાં ભારત તરફી એન્ટ્રીમાં સિલેક્ટ કરવામાં આવી હતી.
ઝોયા અખ્તરની સાથે આ ઇન્ટરવ્યૂમાં ફરહાન અખ્તર અને જાવેદ અખ્તર પણ હતાં. તેમણે નેપોટિઝમ પર કહ્યું હતું કે, 'જો મારી પાસે પૈસા છે તો હું મારા દીકરા પર લગાવીશ. આ નેપોટિઝમ છે? તો તમામ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ છે. જો હું એક વાળંદ છુ અને મારી પાસે દુકાન છે તો હું તે દુકાન મારા દીકરાને આપીશ ન કે શહેરનાં સૌથી ઉત્તમ વાળંદ માટે મારી દુકાન છોડી દઇશ'