કંગના રનૌટે તેનાં જન્મ દિવસ પર પોલીટિશિયલન, એક્ટ્રેસ જયલલિતાની બાયોપિક કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મની સાથે જ તે દેશની સૌથી મોંઘી એક્ટ્રેસ બની ગઇ છે. કંગનાએ આ ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા ફી વસુલી છે. રિપોર્ટ મજુબ આ ફિલ્મ તમિલ અને હિન્દી બે ભાષામાં બનવાની છે. ફિલ્મ માટે મેકર્સને કંગના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેથી જ તો તેઓ આ ફી ચુકવવા માટે તૈયાર છે.
કંગનાની ફી 11 કરોડ રૂપિયા હતી પણ 'સિમરન' અને 'રંગૂન' ફ્લોપ થયા બાદ તેણે તેની ફીમાં ઘટાડો કર્યો હતો. જોકે ફિલ્મ 'મણિકર્ણિકા'ની સફળતા બાદ કંગનાએ ફરી એક વખત તેની ફીમાં વધારો કર્યો હતો. આવું પહેલી ખત બની રહ્યું છે કે, કોઇ હિરોઇનને એક ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપવામાં આવી હોય. આ પહેલાં 'પદ્માવત' માટે દીપિકા પાદુકોણને સૌથી વધુ 13 કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા હતાં.
ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું કે, 'હું હમેશાથી રીજનલ ફિલ્મમાં કામ કરવા ઇચ્છતી હતી. કારણ કે આજે પણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનાં લોકો લોકલ સ્ટ્રાસને જ ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે. આજ કારણે સાઉથ અને હિન્દી સિનેમામાં ભેદભાવ કરવામાં આવે છે. હું ઘણાં સમયથઈ સારી સ્ક્રિપ્ટનો ઇન્તેઝાર કરી રહી હીત. અનેપછી મને જયલલિતાની બાયોપિક ઓફર થઇ મને તે ખુબજ પસંદ આવી'