Home » photogallery » મનોરંજન » કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

બોલીવૂડ (Bollywood)ની પંગા ક્વીન કંગના રનૌટ (Kangana Ranaut) ફરી એક વાર સપા રાજ્યસભા સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન (Jaya Bachchan) પર નિશાનો લગાવ્યો છે.

विज्ञापन

  • 17

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    જયા બચ્ચને સંસદમાં બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન મામલે આપેલા નિવેદન પછી બોલિવૂડમાં બે ભાગ પડી ગયા છે. જયા બચ્ચનના થાળી વાળી નિવેદન પર કંગના રનૌટે જ્યાં શ્વેતા અને અભિષેકનું નામ મંગળવારે લઇને સોશિય મીડિયા પર પલટવાર કર્યું હતું. ત્યાં કંગનાએ આજે ફરી એક યુઝરની ટ્વિટ પર રિપ્લાય આપી નિશાનો સાધ્યો છે.

    MORE
    GALLERIES

  • 27

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    તેણે કહ્યું કે કઇ થાળી જયા જી અને તેમની ઇન્ડસ્ટ્રીએ આપી છે? એક થાળી મળી હતી જેમાં બે મિનિટના રોલ, આઇટમ નંબર અને એક રોમાન્ટિક સીન મળે છે તે પણ હિરો સાથે સૂઇ જાવ તે પછી. મેં આ ઇન્ડસ્ટ્રીમાં ફેમિનિઝમ શીખ્યું છે. થાળી દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મોથી સજાવી છે. આ મારી પોતાની થાળી છે જયાજી તમારી નહીં

    MORE
    GALLERIES

  • 37

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનના આ નિવેદન પછી ભાજપની મથુરાથી સાંસદ હેમા માલીની તેમના સમર્થનમાં આવી છે અને કહ્યું છે કે એક વાત કો કારણે આખી ઇન્ડસ્ટ્રીને ખરાબ ન કહી શકાય. બીજી તરફ ટ્વિટરમાં વિવાદ વધતા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનના મુંબઇ ખાતેના ઘરે અતિરિક્ત પોલીસ બંદોવસ્ત વધારવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 47

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    વધુમાં રવિ કિશને ફરી એક વાર ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર વાર કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે જે થાળીમાં ઝેર હોય તેમાં છેદ કરવું પડે છે. (PTI Photo/Kamal Singh)

    MORE
    GALLERIES

  • 57

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    વધુમાં ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને અને તેનો ભાઇ શોવિક હાલ જેલમાં છે. કંગના રનૌટે સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે બોલિવૂડમાં અનેક ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે બોલિવૂડમાં 99 ટકા લોકો ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. સાંસદ અને એક્ટર રવિ કિશને પણ આ મામલે તપાસ કરવાની માંગ સંસદમાં કરી હતી. (Photo- Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 67

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    જયા બચ્ચને કોઇ પણ વ્યક્તિનું નામ લીધા વગર ફિલ્મ ઉદ્યોગ મામલે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનાર લોકોને ગટર કહેવામાં આવે છે. હું આનાથી પૂરી રીતે અસહમત છું. અને તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે સરકાર આવા લોકોને આ રીતની ભાષાનો ઉપયોગ ન કરવા માટે કહેશે.

    MORE
    GALLERIES

  • 77

    કંગના રનૌટે ફરી જયા બચ્ચન પર કર્યો પ્રહાર, કહ્યું- આ મારી પોતાની થાળી છે, તમારી નહીં

    જયા બચ્ચને વધુમાં કહ્યું કે ખાલી કેટલાક લોકો ખરાબ છે તે માટે સમગ્ર ઉદ્યોગની છબી તમે કેવી રીતે બગાડી શકો છો. મને શરમ આવે છે કે ફિલ્મ ઉદ્યોગથી નાતો રાખતા લોકસભાના અમારા જ એક સદસ્યએ આ વિરુદ્ધ વાત કરી છે. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરો છો શરમ આવવી જોઇએ.

    MORE
    GALLERIES