મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah)સિરીયલમાં જલ્દી નવા દયા બેન (dayaben)જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે સિરીયલ માટે નવા દયા બેન મળી ગયા છે. પહેલા દયા બેનનો રોલ દિશા વાકાણી (disha vakani)ભજવતી હતી. હવે તેના સ્થાને નવી દયા બેનની એન્ટ્રી થવાની છે. સૂત્રોના મતે તારક મહેતામાં નવા દયાબેન તરીકે ટીવી અભિનેત્રી કાજલ પિસલ (Kajal Pisal) એન્ટ્રી લેવા જઇ રહી છે. દયા બેનના રોલ માટે કાજલ પિસલને (Kajal Pisal to play Dayaben) ફાઇનલ કરી દેવામાં આવી છે.
કાજલ પિસલ પહેલા પણ ઘણી અભિનેત્રીના નામ સામે આવ્યા હતા. જોકે કોઇના નામ પર ફાઇનલ મોહર લાગી ન હતી. હવે ચર્ચા છે કે કાજલ પિસલ દયા બેનનો રોલ કરશે. જોકે અત્યાર સુધી અભિનેત્રી તરફથી કોઇ કોમેન્ટ આવી નથી. પ્રોડક્શન હાઉસે પણ કાજલ પિસલના નામ પર કશું કહ્યું નથી. આ વિશે કોઇ ઓફિશિયલી જાહેરાત કરાઇ નથી ફક્ત ચર્ચા ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કાજલ તારક મહેતા માટે આગામી મહિને શૂટિંગ પણ શરૂ કરી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝનની ઘણી લોકપ્રિય સિરીયલ છે. શો ના દરેક પાત્રો લોકોના દિલમાં સ્થાન બનાવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તારક મહેતા શોના પ્રોડ્યુસર આસિત મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો શૈલેષ લોઢાએ શો કેમ છોડી દીધો ?તેના પર પ્રોડ્યુસરે કહ્યું હતું, હું બધાને જોડીને રાખવા માગુ છું, પરંતુ જો કોઈ સાથે આવવા નથી માગતુ અને તેમનું પેટ ભરાઈ ગયુ હોય તો તેમને જે લાગે તે કરે. અમે ઘણું બધું કરી લીધું. તેમને લાગે છે કે માત્ર તારક મહેતા સુધી જ મર્યાદિત ન રહેવું જોઈએ. હું તેમને કહીશ કે એક વખત ફરીથી વિચારે. જૂના તારક મહેતા આવશે તો પણ ખુશી થશે અને નવા આવશે તો પણ. મારુ એક જ લક્ષ્ય છે કે દર્શક ખુશ રહે.