'કબીર સિંહ'ની આ એક્ટ્રેસે વગર કપડે કરાવ્યું ફોટોશૂટ, લોકોને આપ્યો ખાસ સંદેશ
બોડી પોઝિટિવિટી મૂવમેન્ટ (Body Positivity Movment) હેઠળ 'કબીર સિંહ' (Kabir Singh) ફિલ્મથી ચર્ચામાં આવેલી વનિતા ખરાત (Vanita Kharat)એ નવાં વર્ષનાં સમયે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે ચર્ચાનો વિષય બની ગઇ છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર બોડી પોઝિટિવિટી મૂવમેન્ટ ઝડપથી આગળ વધી રહી છે. આ મૂવમેન્ટ હેઠળ વજનમાં ભારે મહિલાઓ અને પુરુષો તેમનાં શરીરને એવી રીતે જ અપનાવવાની વાત કરે છે જેમ તે છે. આ મૂવમેન્ટનો ઉદ્દેશ વધુ વજનથી પરેશાન લોકોને સશક્ત કરવાનો છે. જેનાંથી તેઓ તેમનાં શરીરને પ્રેમ કરે અને તેનાંથી શરમ ન અનુભવે. (Photo: Instagram/@vanitakharat19)


આ મૂવમેન્ટમાં કબીર સિંહ ફિલ્મથી ચર્ચામાં આવેલી વનિતા ખરાતે નવાં વર્ષનાં સમયે તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ચર્ચાનો વિષય બની ગઇ છે. (Photo: Instagram/@vanitakharat19)


વનિતા ખરાતે બોડી પોઝિટિવિટી માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'મને મારા હુનર પર ગર્વ છે. મારા જુનૂન પર, અને આત્મવિશ્વાસ પર અને મને મારા શરીર પર ગર્વ છે કારણ કે હું, હું છું. ' (Photo: Instagram/@vanitakharat19)


વનિતાનાં આ ફોટોશૂટને લોકો પોઝિટિવ રીતે લઇ રહ્યાં છે. તેનાં ચાહકો તેનાં આ પગલાનાં વખાણ કરી રહ્યાં છે. (Photo: Instagram/@vanitakharat19)


વનિતાએ કબીર સિંહ ફિલ્મમાં શાહિદ કપૂરની નોકરાણીનો રોલ અદા કર્યો હતો. તેનાં આ નાનકડાં રોલમાં પણ ખુબજ વખાણ થયા હતાં. (Photo: Instagram/@vanitakharat19)


ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વનિતાએ ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવ્યું હતું જેને લોકોએ પસંદ કર્યું હતું. (Photo: Instagram/@vanitakharat19)