ડ્રગ્સ અંગે જોની લીવરની ભારતી-હર્ષને સલાહ, સંજય દત્તનું ઉદહારણ આપી કહ્યું કે...
ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની ધરપકડ બાદ કોમેડિયન ગ્રુપનાં ઘણાં લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હાલમાં જ રાજૂ શ્રીવાસ્તવે ભારતી અને હર્ષની ધરપકડ પર કમેન્ટ કરી હતી હવે જોની લીવર (Johni Lever)એ આ મામલે પોતાની રાય મુકી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)એ ડ્ર્ગ્સ મામલે કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેનાં પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની ધરપકડ કરી લીધી છે. રવિવારે કિલા કોર્ટે ભારતી અને હર્ષને 14 દિવસનાં ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. તો બીજી તરફ બંનેએ જામીન અરજી દાખલ કરી છે. જેનાં પર આજે સુનાવણી થવાની છે.


ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની અટકાયત પર જ્યારે ભારતીય કોમેડી ગ્રુપનાં ઘણાં લોકકોએ પ્રતિક્રિયા આપી છે. એવામાં હાલમાં જ રાજૂ શ્રીવાસ્તવે ભારતી અને હર્ષની અટકાયત પર કમેન્ટ કરી હતી. હવે જોની લીવર (Johny Lever)એ પણ આ મામલે તેમનો મત જણાવ્યો છે.


જોની લીવરે સંજય દત્તનું ઉદહારણ આપતાં બંનેને તેમની ભૂલ કબૂલ કરવાની સલાહ આપી છે. જોની લિવરે કહ્યું કે- 'બંનેએ જેલમાંથી બહાર આવ્યા બાદ તેમનાં મિત્રો સાથે આ મામલે વાત કરવી જોઇએ અને તમામને ડ્રગ્સનું સેવન ન કરવાની સલાહ આપવી જોઇએ. સંજય દત્તને જુઓ, તેમણે દુનિયાની સામે તેમની ભૂલ સ્વીકારી લીધી એમ આપ પણ આપની ભૂલ માની લો. અને ડ્રગ્સ છોડવાનો સંકલ્પ લો. કોઇ આ માટે તમને ફૂલોનું બૂકે નહીં આપે.'


તેમણે વધુમાં કહ્યું કે, ડ્રગ્સનું સેવન હવે ટ્રેન્ડ બનતો જઇ રહ્યો છે. જેમ એક સમયે દારૂ ટ્રેન્ડ હતો. હવે ડ્રગ્સ ટ્રેન્ડ થઇ ગયો છે. એક સમયે હું પણ દારૂનો આદી હતો. પણ, જેમ સમજણ આવી કે, આ મને નુક્સાન પહોંચાડે છે તો મે દારુનું સેવન બંધ કરી દીધુ. દારુ ન ફક્ત મારી હેલ્થ પણ ક્રિએટિવિટીને પણ પ્રભાવિત કરી રહી હતી. '