1/ 5


નવી દિલ્હી : દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં બે દિવસ પહેલા કેમ્પસમાં છાત્રો પર થયેલા હુમલા પછી કેટલાક બોલીવૂડ સ્ટાર્સ તેમના સમર્થનમાં ઉતર્યા હતા. હાલના દિવસોમાં પોતાની ફિલ્મ છપાકના પ્રમોશન માટે દિલ્હીમાં રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ જેએનયૂના છાત્ર-છાત્રાઓનું સમર્થન કર્યું હતું.
2/ 5


દીપિકા પાદુકોણ મંગળવારે રાત્રે જેએનયૂ કેમ્પસ પહોંચી હતી અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. દીપિકા ત્યાં લગભગ 10 મિનિટ સુધી રહી હતી પણ. જોકે તે કશું બોલી ન હતી.
3/ 5


દીપિકાના જેએનયૂ પહોંચવાનો વીડિયો પણ સમાચાર એજન્સી એએનઆઈએ જાહેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે વિદ્યાર્થીઓ વચ્ચે તે ઉભી છે. આ દરમિયાન વિદ્યાર્થી જોશમાં આવીને જય ભગત સિંહ-જય ભીમના નારા લગાવે છે.