મુંબઈઃ બોલિવૂડની દિવંગત અભિનેત્રી જિયા ખાનનો આજે જન્મદિવસ (Jiah Khan Birthday) છે. જિયાએ ખૂબ જ નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેત્રીના આકસ્મિક મૃત્યુ (Jiah Khan Suicide) એ આખા દેશને આંચકો આપ્યો હતો. આજે પણ જિયાના મૃત્યુનું રહસ્ય અટવાયેલું છે. પરંતુ, જ્યારે પણ તેમના મૃત્યુની વાત સામે આવે છે, ત્યારે લોકોનું હૃદય હચમચી જાય છે. જિયાએ જતા જચા એક સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં પ્રેમ, બેવફાઈ, બેવફાઈ અને પીડાનો ઉલ્લેખ છે. તેણીએ પોતાની સુસાઈડ નોટમાં કોઈનું નામ નથી લખ્યું, પરંતુ તેણીએ આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું હતુ. આજે, જિયા ખાનના જન્મદિવસના અવસર પર, ચાલો અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીએ-
જિયા ખાન (Jiah khan) અને તેનો પરિવાર - જિયા ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેની માતાનું નામ રાબિયા અમીન અને પિતાનું નામ અલી રિઝવી ખાન છે. જિયાનું સાચું નામ નફીસા અલી ખાન હતું. જિયા જ્યારે માત્ર 2 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેને તેની માતાથી અલગ કરીને ઘર છોડી દીધું હતું. તેની માતા રાબિયા પણ અભિનેત્રી રહી ચુકી છે. એટલું જ નહીં તેની કાકી સંગીતા (પરવીન રિઝવી) પણ અભિનેત્રી હતી.
જિયા ખાનની લવ લાઈફ - એવું કહેવાય છે કે જ્યારે જિયા ખાન તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીને મળી હતી. જ્યારે સૂરજ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જિયા જાણીતું નામ બની ચૂકી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
બંને વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયા. જિયા અને સૂરજના સંબંધોમાં તિરાડ પડી હતી. 3 જૂન, 2013ના રોજ (જિયાના મૃત્યુનો દિવસ) પણ જિયાના મૃત્યુ પહેલા સૂરજ સાથે વાત કરી હતી. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, જિયાએ આત્મહત્યાના દિવસે સૂરજને ઘણી વખત મેસેજ કર્યો હતો, પરંતુ સૂરજે કોઈ મેસેજનો જવાબ આપ્યો ન હતો.
જિયાએ મૃત્યુ પહેલા લગભગ 6 પેજની સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે પ્રેમમાં મળેલી છેતરપિંડી, વેબફાઈ અને પીડાનો ઉલ્લેખ કર્યો હતો. જિયાએ આ પત્રમાં લખ્યું- 'મને ખબર નથી કે તમને આ કેવી રીતે કહું. પરંતુ, હવે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. આ બધું જાહેર કરવાનો સમય છે. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો તેનો અર્થ છે કે મેં આ દુનિયા છોડી દીધી છે. હું અંદરથી તૂટી ગઈ છું. કદાચ તને આ વાતની જાણ નહીં હોય, પણ તારી મારા પર એવી અસર થઈ કે હું તારા પ્રેમમાં પડવા લાગી. પણ, તમે મને ભૂલી ગયા છો, ખોવાઈ ગયા છો.
'તમે મને તડપાવી, ત્રાસ આપ્યો, રોજ. હવે હું મારા જીવનમાં પ્રકાશનું કોઈ કિરણ જોઈ શકતી નથી. જ્યારે સવારે ઉઠુ છુ, ત્યારે પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. એવા દિવસો હતા જ્યારે હું મારું ભવિષ્ય જોતી હતી, તમારી સાથે બધું. એક આશા હતી કે, આપણે ક્યારેક સાથે હોઈશું, પણ તેં મારી બધી આશાઓ તોડી નાખી છે. હવે લાગે છે કે હું અંદરથી મરી ગઈ છું.
'મેં ક્યારેય કોઈને આટલો પ્રેમ કર્યો નથી, ક્યારેય કોઈની આટલી કાળજી લીધી નથી. પરંતુ, મને તમારી વેબફાઇ મળી છે અને બદલામાં જૂઠ મળ્યું. હું તમારા માટે ગિફ્ટ લાવતી હતી, તમારી નજરમાં સુંદર દેખાવા શણગાર કરતી હતી. પણ, તને કોઈ ફર્ક ન પડ્યો. ગર્ભવતી થવાનો ડર રહેતો હતો, છતાં મેં મારું સર્વસ્વ તને આપી દીધું. પરંતુ તેના બદલે તમે મને મુશ્કેલી આપી. મને સંપૂર્ણપણે મારી નાખી. મારા આત્માનો નાશ કર્યો.' પોતાની સુસાઈડ નોટમાં જીયા ખાને વેદના, બળાત્કાર, અત્યાચાર અને ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો છે.