Home » photogallery » મનોરંજન » 'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

જેઠાલાલે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે પોતાના ઘરમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની એક ઝલક શેર કરી છે.

विज्ञापन

  • 15

    'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

    મુંબઈ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah) આ લોકપ્રિય સીરિયલના દિલીપ જોશી (Dilip Joshi) ઉર્ફે જેઠાલાલને (Jetha Lal) કોણ ઓળખતું નથી? એક દશકથી વધારે સમયથી દિલીપ જોશી આ સીરિયલ માટે કામ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરતા આવ્યા છે. સાથે જ આ સીરિયલના બધા કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. હાલ સોશિયલ મીડિયામાં (Social Media) જેઠાલાલે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે પોતાના ઘરમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની એક ઝલક શેર કરી છે. આ સાથે સહ-કલાકાર મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાના સ્વાગતની તસવીર શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

    અભિનેતાએ દિલીપ જોશીએ ગણેશ ચતુર્થી ઉજવણીની તસવીરો શેર કરી અને બધાને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એવી બાપ્પાને હાથ જોડીને પ્રાર્થના કરી છે.

    MORE
    GALLERIES

  • 35

    'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

    તસવીરમાં કુર્તામાં જેઠાલાલ બે હાથ જોડીને ગણપતિ બાપ્પાના દર્શન કરી રહ્યા છે. એમણે કેપ્શનમાં લખ્યું છે, 'પ્રણમ્ય શિરસા દેવં અને ગૌરીપુત્રમ વિનાયકમ। ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. મને અપેક્ષા છે કે આ વર્ષે દરેક લોકો ઘરે સુરક્ષિત રીતે ઉજવણી કરી રહ્યા છે અને ગણપતિ બાપ્પાને આ રોગચાળાને દૂર કરવામાં મદદ કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે.'

    MORE
    GALLERIES

  • 45

    'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

    દિલીપ જોશીના તારક મહેતા સિરિયલનાં સહ-કલાકાર મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું જોરદાર સ્વાગત કર્યું છે. એમણે પણ બાપ્પાના ઉજવણીની ઝલક આપી અને સાથે લખ્યું, ગણપતિ બાપ્પા મોર્યા... આખરે બાપ્પા ઘણી બધી પોઝિટિવિટી અને આશીર્વાદ સાથે પહોંચ્યા... આપ સૌને સ્વસ્થ અને સલામત ગણેશ ચતુર્થીની શુભેચ્છા.

    MORE
    GALLERIES

  • 55

    'જેઠાલાલ' અને 'ભીડે' ઘરે લાવ્યાં ગણપતિ બાપ્પા, જોઇ લો તેમના સેલિબ્રેશનની તસવીરો

    સાથે જ મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ ભીડેએ કાલે પણ ગણપતિ બાપ્પા સાથેની વર્ષ 2018ની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ ગણપતિ મૂર્તિ વિશે રસપ્રદ વાત એ છે કે, તેમાં ગોકુલધામ સોસાયટી પર આધારિત બેકગ્રાઉન્ડ છે. ગણપતિ બાપ્પાની મૂર્તિ ગોકુલધામ સોસાયટીના મૂકવામાં આવી હતી, જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ રહેવાસીઓ રહે છે.

    MORE
    GALLERIES