બૉલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) કંગના રનૌટ (Kangana Rannaut) વિરુદ્ધ માલનહાનિ (Defamation)નો કેસ દાખલ કરાવ્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં વાતચીત દરમિયાન જાવેદ અખ્તર પર કેટલાક ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. જોકે, જાવેદ અખ્તરે આ મામલે હવે કેસ નોંધાવ્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ જાવેદ અખ્તરના કેસ પર એક મહિના બાદ સુનાવણી થશે.