જ્હાન્વી કપૂર અત્યારે પોતાની રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ લક જેરી'ના પ્રમોશનને લઈને ઘણી વ્યસ્ત છે. આ દરમિયા તેણે B4U સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, ધડક અને ગુંજન દરમિયાન મને એ અહેસાસ થયો કે મને બધું તૈયાર જ મળ્યું છે અને મને એવી વસ્તુઓ મળી છે જેના માટે હું લાયક નથી, જેનો અર્થ છે કે હું ટેકનિકલિ રીતે બેકાર છું અને મને મારા માતા-પિતાના કામના કારણે તક મળી રહી છે.