જ્હાન્વી કપૂરે બ્લેક હાર્ટ ઇમોજી સાથે તસવીરો પોસ્ટ કરી છે. તેના પર તેની બહેન ખુશી કપૂરે લખ્યું છે કે, 'સેક્સી ગર્લ.' એકે લખ્યું છે, 'ઇન્સ્ટાગ્રામ ક્વીન.' એકે લખ્યું, 'કિમ કાર્દાશિયનની નકલ કરવાનું બંધ કરો.' એકે લખ્યું છે કે, 'જાહ્નવી તું બોલિવૂડની કિમ કાર્દશિયન છે.' જ્હાન્વી કપૂરની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
જ્હાન્વી કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાલમાં જ ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય અન્ય ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્હાન્વી કપૂર જીમમાં સખત પરસેવો પાડી રહી છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફેન્સ તેના ફોટોઝ અને વીડિયોઝને લઈને ખૂબ જ એક્સાઇટેડ રહે છે.