ઝારખંડની જમશેદપુર લોકસભા બેઠકથી બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા લોકસભા ચૂંટણી લડી શકે છે. ઝારખંડ પીપુલ્સ પાર્ટીના સુપ્રિમો સૂર્ય સિંહ બેસરાએ જણાવ્યું કે, 14 અલગ-અલગ સંગઠન મળીને જનમતના બેનર હેઠળ ઝારખંડમાં 14 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. ત્યારે તનુશ્રી સામે જમશેદપુર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઓફર આપવામાં આવી છે. જોકે, હજુ સુધી તનુશ્રી તરફથી પ્રસ્તાવ પર સહમતિ નથી આવી.
ઝારખંડમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજનૈતિક પાર્ટીઓ લાગી ગઈ છે. એવામાં ક્ષેત્રીય પાર્ટી ઝારખંડ પીપુલ્સ પાર્ટીના સુપ્રિમો સૂર્ય સિંહ બેસરા સર્કિટ હાઉસમાં બેઠક કરી પાર્ટીની રણનીતિનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, ઝારખંડમાં 14 અલગ-અલગ પાર્ટીઓ જનમત બેનર હેઠળ તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે.
તેમણે જણાવ્યું કે, જેએમએમ, ઉલગુલાન ઝારખંડ પાર્ટી, હોરો રાષ્ટ્રીય સેન્ગેલ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, એમસીસી, સીપીઆઈ, સીપીએમ, સીપીએમએલ, આમ આદમી પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી જેવા 14 સંગઠન મળીને ભાજપા સરકારને ઉખાડી ફેકવાનું કામ કરશે. જમશેદપુર લોકસભા બેઠક માટે તેમણે જણાવ્યું કે, તનુશ્રી દત્તા સાથે વાતચીત ચાલી રહી છે. તેમના પિતાએ લીલી ઝંડી આપી દીધી છે. તનુશ્રી દત્તા જમશેદપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.
તમને જણાવી દઈએ કે, તનુશ્રી દત્તા છેલ્લા કેટલાએ દિવસથી બોલીવુડમાંથી બહાર છે. તેમનું નામ છેલ્લે ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે #metoo હેટલ એક્ટર નાના પાટેકર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, 2008માં નાના પાટેકરે ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર તેની સાથે સ્ક્શ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું. ત્યારબાદ આ મુદ્દે ચર્ચા ઘણો લાંબો સમય ચાલી.