જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફોટા અને વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. પોતાના મનમોહક દેખાવ અને વિનોદી સ્વભાવના કારણે તેણે બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં ઘણા લોકોના દિલો પર કબજો જમાવ્યો છે. જેકલીન મૂળ શ્રીલંકા (Jacqueline Sri Lanka)ની છે. હાલના દિવસોમાં, જેકલીન મહાથગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. આજે અમે તમને જણાવીએ કે, જેકલીનની શ્રીલંકાથી ભારતની સફર અને પછી તેણે બોલિવૂડમાં કેવી રીતે પ્રવેશ કર્યો.
તિહાર જેલમાંથી 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય છ લોકો સામે 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કહ્યું કે, સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 10 કરોડ રૂપિયાની Gift આપી છે, જેમાં 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની પર્શિયન બિલાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.