એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સ્ટારકિડ્સને લઇને ચર્ચાઓ તો ઘણી થાય છે. ઘણાં વાતો કરે છે કે તે બોલિવૂડમાં ડેબ્યૂની તૈયારી કરી રહી ચે તો ઘણાં કહે છે કે તેને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા નથી. પણ તેની ફેન ફોલોઇંગ કોઇ સ્ટારથી કમ નથી. જેકી શ્રોફની આ દીકરી તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી હતી. જે વાયરલ થઇ રહી છે. તેમાં તેણે તેનો અને જેકી શ્રોફનો એક કોલાજ શેર કર્યો હતો. (Photo Credit- @kishushroff/Instagram)