જાણીતો ફિલ્મ નિર્માતા સાજિદ ખાન માટે આમ તો આજે ખુશીનો દિવસ હોતો પણ હાલમાં જ લાગેલા યૌન શોષણનાં આરોપ બાદ તેનાં માટે તેનો 48મો જન્મ દિવસ એટલો ખુશનુમા નથી રહ્યો. સાજિદે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મ બનાવી છે. જેમાં ડરના જરૂરી હૈ, હૈ બેબી, હાઉસફુલ, હાઉસફુલ-2, હિમ્મતવાલા, હેપી ન્યૂયર જેવી ફિલ્મો પણ શામેલ છે. ગત દિવસોમાં સાજિદ ખાન મીટૂ કેમ્પેઇનને કારણે ચર્ચામાં હતો. સાજિદ પર ઘણી મહિલાઓનાં યૌન ઉત્પીડનનાં ગંભીર આરોપો છએ.આ આરોપોને કારણે સાજિદને ફિલ્મ 'હાઉસફૂલ-4'માંથી બહાર કરવામાં આવ્યો હતો.