એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) લાંબા સમય બાદ શુક્રવારે સાંજે મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન દીપિકાએ ઓરેન્જ કલરનું ઓવર સાઇઝ સ્વેટર પહેરી ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ઓફિસની બહાર જોવા મળી હતી. ત્યારે પેપરાઝીને જોતા હાથ હલાવી તે ઓફિસની અંદર ચાલી ગઇ હતી. દીપિકાએ આ સમયે બ્લૂ ડેનિમ અને ઓવરસાઇઝ સ્વેટર પહેર્યું હતું. તેનો આ લૂક ચર્ચામાં છે. (PHOTO: Viral Bhayani)