

મુંબઈ : અભિનેતા ઇરફાન ખાન (Irfan Khan dies)નું મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલ ખાતે બુધવારે નિધન થયું છે. ઇરફાન ઘણા લાંબા સમયથી બીમાર હતો. તાજેતરમાં ઇન્ફેક્શન બાદ તેને હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા શનિવારે ઇરફાનના માતા (Irfan Khan Mother)નું નિધન થયું હતું. ઇરફાન ખાને અનેક પ્રસિદ્ધ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે, નવી પેઢીને કદાચ ખબર નહીં હોય પરંતુ ઇરફાન ખાને ટીવીના પદડે પણ ખૂબ કામ કર્યું છે. ઇરફાન અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યું છે.


બનેગી અપની બાત : 90ના દશકામાં 'બનેગી અપની બાત' એક સુપરહીટ શૉ હતો. આ સીરિયલ ઝી ટીવી પર બતાવવામાં આવ્યો હતો જે એ સમયે દેશની પ્રથમ સેટેલાઇટ ચેનલ હતી. આ શોમાં ઇરફાન ખાને આધેડ ઉમરના વ્યક્તિની ભૂમિકા નિભાવી હતી. આ સીરિયલની કહાની સુતાપાએ લખી હતી. બાદમાં ઇરફાન ખાનના સુતાપા સાથે લગ્ન થયા હતા. આ શૉ ટીવી પર ચાર વર્ષ સુધી ચાલ્યો હતો.


શ્રીકાંત : એક્ટર ઇરફાન ખાને એભિનેતા તરીકે "ભારત એક ખોજ" સીરિયલથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને સાચી ઓળખ શ્રીકાંતથી મળી હતી. આ શોના માધ્યમથી લોકોએ ઇરફાનના અભિનયની કળાને જાણી હતી. આ સીરિયલમાં ઇરફાને નકારાત્મક રોલ કર્યો હતો. આ શોમાં ઇરફાન ઉપરાંત ફારુખ શેખ, સુજાતા મહેતા જેવા કલાકારોએ કામ કર્યું હતું. લૉકડાઉન વચ્ચે આ સીરિયલનું ફરીથી પ્રસારણ શરૂ થયું છે.


ચંદ્રકાંતા : ચંદ્રકાંતા એક એવી સીરિયલ છે જેને નાના મોટા તમામ લોકો પસંદ કરે છે. આ સીરિયલમાં ઇરફાન ખાને કામ કર્યું છે. આ સીરિયલમાં ઇરફાન ખાન ડબલ રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં તે બદ્રીનાથ અને સોમનાથ તરીકે દેખાયો છે. આ જ સીરિયલ બાદ ઇરફાનને ફિલ્મની દુનિયામાં પગ મૂકવાનો મોકો મળ્યો હતો.


જય હનુમાન : દૂરદર્શન પર પ્રસારિત થયેલો જય હનુમાન શો જે તે સમયે ખૂબ જ સુપરહીટ રહ્યો હતો. આ શોને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. તમને નવાઈ લાગશે પરંતુ આ શોમાં ઇરફાન ખાને મહત્વનો રોલ કર્યો હતો. આ શોમાં ઇરફાન ખાન મહર્ષિ વાલ્મીકિ બન્યા હતા. (ફાઇલ તસવીર)


ચાણક્ય : 1991માં રિલીઝ થયેલા ટીવી શો "ચાણક્ય"માં ઈરફાન ખાને કામ કર્યું છે. આ શોમાં ઇરફાન ઉપરાંત અનેક જાણીતા કલાકારો મનોજ જોશી, સંજય મિશ્રા, નીના ગુપ્તા, અરુણ વાલીએ કામ કર્યું છે.