એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ગુજરાત ટાઇટન્સ' ની જીત સાથે જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને ટીમની ઉજવણીની તસવીરો તેમને વધામણી આપતા સ્ટેટ્સ અને તસવીરો શેર થઇ રહી છે. ત્યારે ટીમની ઉજવણીમાં હાર્દિક પંડ્યાની સૌથી ખાસ તેની પત્ની નતાશાની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે જે મેચ પત્યા બાદની છે. મેચ બાદ હાર્દિકની જીત બાદ તે ભાવુક થઇ હતી. લાંબા સમય સુધી તે હાર્દિકને ગળે વળગી રહી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. (Photos/ IPLt20.com)
મેચની વાત કરીએ તો, કેપ્ટન હાર્દિક પંડ્યા (3/17) અને રવિ શ્રીનિવાસન સાઈ કિશોર (2/20)ની ઘાતક બોલિંગને કારણે ગુજરાત ટાઇટન્સ (GT) એ IPL ટાઇટલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવ્યું હતું. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવીને ગુજરાતને 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. (Photos/ IPLt20.com)