બોલીવૂડ અભિનેતા અને અભિનેત્રીઓ (Bollywood)ના લાખો કરોડો ફેન્સ તેમના મનપસંદ સિતારાઓની દરેક નાની મોટી વાત જાણવા આતુર રહેતા હોય છે. મોટા ભાગે આ ફિલ્મી સિતારા (Film Actors)ઓ પોતાના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલ અમુક રસપ્રદ વાતો (Interesting Facts About Actresses) સોશ્યલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા શેર કરતા હોય છે. પરંતુ ઘણી એવી વાતો કે તથ્યો પણ હોય છે, જેનાથી તમે અજાણ હોવ છો. દા.ત. શું તમે જાણો છો કે વિદ્યા બાલને (Vidya Balan) 40 સ્ક્રિન ટેસ્ટ આપ્યા હતા અને એક અભિનેત્રી તરીકે પસંદ થતા પહેલા તેને 17 મેકઅપ શૂટ કરવા પડ્યા હતા. નહીં ને.... તો આજે અમે આવી જ દેશના કરોડો લોકોના દિલો પર રાજ કરતી ખૂબસુરત હસીનાઓ વિશે અમુક રસપ્રદ તથ્યો જણાવશું, જેના વિશે તમને કદાચ ખબર પણ નહીં હોય.
પ્રિયંકા ચોપરા - પ્રિયંકા ચોપરાએ પોતાના એક્ટિંગ કરીયરની શરૂઆત વર્ષ 2002માં તમિલ ફિલ્મ થમિજાન દ્વારા કરી હતી. પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી કરી અને આંતરરાષ્ટ્રીય ગાયિકા તરીકે પણ ડેબ્યુ કર્યુ. તે યુએસમાં એકમાત્ર ભારતીય છે જેને નેશનલ ઓપસ માટે પસંદ કરવામાં આવી છે. તે પોતાના સાક્ષરતા કાર્યક્રમમાં સીએએફ અને સીઆઇઆઇમાં સામેલ થઇ અને તેની રાજદૂત પણ છે. એક રસપ્રદ તથ્ય તે પણ છે કે અભિનેત્રીને જે.પી.દત્તાની ફિલ્મ ઉમરાવ જાન ઓફર કરવામાં આવી હતી, જેને પ્રિયંકાએ ફિલ્મ બ્લફ માસ્ટર માટે નકારી હતી.
એશ્વર્યા રાય બચ્ચન - આપને જાણીને આશ્ચર્ય થશે કે ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર એક-બે નહીં પણ 6 ભાષાઓની જાણકાર છે. તેણી દક્ષિણ ભારતીય હોવાના કારણે તે તેલુગુ અને તમિલ ખૂબ સારી રીતે બોલી શકે છે. તે મહારાષ્ટ્રમાં રહે છે, તેથી મરાઠી પણ શીખી અને તે બંગાળી ભાષા પણ સમજે છે, કારણ કે તેણે દેવદાસ અને રેનકોટ જેવી ફિલ્મોમાં બંગાળી પાત્ર ભજવ્યા હતા. આ સિવાય તે હિન્દી, અંગ્રેજી, કન્નડ પણ જાણે છે. ઐશ્વર્યાએ બોલીવૂડમાં આવ્યા પહેલાં ટીવી સિરિયલના ડબિંગ માટે પણ કામ કર્યુ હતું.
પરિણીતિ ચોપરા - પરિણીતિ ચોપરા ધો-12ની પરીક્ષાના પરીણામોમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવનારી તેજસ્વી વિદ્યાર્થીની હતી. તેથી તેને તત્કાલિન રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. પરિણીતિને ગીત ગાવાનો ખૂબ શોખ છે. બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત પહેલા તેણી માનચેસ્ટરમાં હતી અને ફૂટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડ માટે કામ કરતી હતી.
દીપિકા પાદુકોણ - દીપિકા પાદુકોણ બોલીવૂડમાં 500 કરોડ ક્લબમાં સામેલ થનારી એકમાત્ર અભિનેત્રી છે. તેની બેક ટૂ બેક ફિલ્મોની સાથે રેસ 2, કોકટેલ, ચેન્નાઇ એક્સપ્રેસ અને ગોલિયો કી રાસલીલા – રામલીલા જેવી ફિલ્મોએ તેને સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી બનાવી દીધી છે. દીપિકા પાદુકોણ વિશે રસપ્રદ વાત એ છે કે, અભિનેત્રી ખાવાપીવાની ખૂબ શોખીન છે. પરંતુ તેના ફીગર અને મોડલ લુકને જોઇને તે માનવું કોઇ પણ માટે થોડું અચંબિત હોઇ શકે.