ઈશા અંબાણીના હાથમાં રહેલા કળશને લૂણ કહેવામાં આવે છે. એક નાના લોટામાં એક એવી વસ્તુ મુકવામાં આવે છે, જેને હલાવવાથી ઝુનઝુન અવાજ થાય. ત્યારબાદ લોટાને કપડાથી બાંધી દેવામાં આવે છે. આ લૂણ દુલ્હાની સાથે ચાલતા તેની બહેન વગાડે છે. માનવામાં આવે છે કે, આના અવાજથી નેગેટિવ વાયબ્રન્શ દૂર ભાગે છે. ગુજરાતી લગ્ન વિધિમાં બહેન આનો ઉપયોગ કરી ભાઈ સાથે મજાક-મસ્તી કરી પરેશાન પણ કરે છે.