મુંબઇ: હાલમાં જ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ તેમનાં લગ્નની 8મી વર્ષગાંઠ ઉજવી હતી. બંનેએ 16 ઓક્ટોબર 2012માં લગ્ન કર્યા હતાં. કરિના કપૂર ખાન સૈફ અલી ખાનની બીજી પત્ની છે. આ પહેાલં તેણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં. જેનાંથી તેને બે બાળકો છે સારા અલી ખાન (Sara Ali Khan) અને ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali khan) છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્ન દરમિયાન સારા અને ઇબ્રાહિમ બંને ઘણાં નાના હતાં. પણ સારા અને ઇબ્રાહિમ બંને જ તૈયાર થઇને પિતાનાં બીજા લગ્નમાં પહોચ્યા હતાં.
કરિના અને સૈફ અલી ખાનનાં લગ્નથી સારાની ફોટો તો તમામે જોઇ હતી પણ ઇબ્રાહિમની ફોટો કદાચ જ કોઇએ જોઇ હશે. એવામાં પહેલી વખત ઇબ્રાહિમનો ફોટો સામે આવ્યો છે. જેમાં તે સૈફ અને કરિનાની પાછળ નજર આવે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયુવેગે વાયરલ થઇ ગઇ છે. આ દરમિયાન ઇબ્રાહિમ કંઇક આશ્ચર્યમાં નજર આવી રહી છે. તેનાં એક્સપ્રેશન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.