સોમવારે સવારે જ્યારે લોકોની આંખ ખુલી તો પહેલાં સમાચાર હતાં કે રિતિક રોશનની બહેન સુનૈનાની તબિયત ગંભીર છે. અને ડોક્ટર્સે તેને અંડર ઓબ્ઝર્વેશન રાખી છે. આ અંગે રોશન પરિવાર તરફથી કોઇ જ પુષ્ટિ કરવામાં ન આવી. ત્યારે સ્પોટ બોય વેબસાઇટે ખુદ સુનૈના સાથે વાત કરીને લખ્યુ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે. અને આવી કોઇ ખબરમાં વિશ્વાસ કરવાની જરૂર નથી.